એલિયન કહ્યું, કેટલાકે સેટેલાઇટ; હકીકતમાં આ ઘણી કામની ટેક્નોલોજી છે



કોઈએ એલિયન કહ્યું, કેટલાકે સેટેલાઇટ; હકીકતમાં આ ઘણી કામની ટેક્નોલોજી છે



સ્થાન: ઉત્તરપ્રદેશની રાજધાની, લખનઉ


સમય: સાંજે ૭ થી ૭:૩૦


આકાશમાં લાઇટની ચમકતી પંક્તિ દેખાઈ. આકાશમાં જાણે કોઈ ચમકદાર ટ્રેન દોડી રહી હોય. આવો નજારો અનેક શહેરોમાં જોવા મળ્યો હતો. લોકોએ આ દૃશ્યને પોતાના કેમેરામાં કેદ કર્યું અને સોશિયલ મીડિયા પર શેર પણ કર્યું. કેટલાક એને એલિયન્સ, કેટલાક ઉલ્કાઓ અને કેટલાક ઉપગ્રહો કહે છે. ચળકતી વસ્તુ ખરેખર શું હતી અને એનો ઉપયોગ શું છે; આ વાત અમે આજના ભાસ્કર એક્સપ્લેનરમાં જણાવીશું.


૧૨ સપ્ટેમ્બરે યુપીની રાજધાની લખનઉની સાથે આસપાસના જિલ્લાઓના આકાશમાં પણ આવો નજારો જોવા મળ્યો હતો. 

૧૨ સપ્ટેમ્બરે યુપીની રાજધાની લખનઉની સાથે આસપાસના જિલ્લાઓના આકાશમાં પણ આવો નજારો જોવા મળ્યો હતો.








યુપીના આકાશમાં ચમકનારી લાઇટની ટ્રેલ ખરેખર શું છે?


ન તો તે ઉલ્કાપિંડ છે કે ન તો એ કોઈ એલિયન્સ છે. વાસ્તવમાં આકાશમાં ટ્રેન જેવો દેખાતો આ પ્રકાશ ઉપગ્રહ સિવાય બીજું કંઈ નથી. આ સામાન્ય રીતે સ્ટારલિંકના ઉપગ્રહો છે. આ ઉપગ્રહોની સંખ્યા ૪૬ કે તેથી વધુ હોય છે.


આ નજારો સ્ટારલિંક સેટેલાઇટના પ્રક્ષેપણ પછી એક-બે દિવસ સુધી આકાશમાં જોઈ શકાય છે, કારણ કે ત્યારે ઉપગ્રહો તેમની ભ્રમણકક્ષામાં પૃથ્વીથી ઉપર તરફ જઈ રહ્યા હોય છે, ત્યારે પૃથ્વીની બીજી બાજુથી સૂર્યપ્રકાશ તેમના પર પડે છે. આનાથી તેઓ ખૂબ જ ચમકદાર દેખાય છે.


જોકે જ્યારે આ ઉપગ્રહો તેમની નિશ્ચિત ભ્રમણકક્ષા સુધી પહોંચે છે ત્યારે એને ઓપ્ટિકલ માધ્યમોની મદદ વિના લોકો જોઈ શકતા નથી, એટલે કે એ સમય દરમિયાન

 તેઓ ખૂબ ઊંચાઈએ હોય છે.









સ્ટારલિંક ઉપગ્રહો શું છે


સ્ટારલિંક SpaceXના સેટેલાઇટ નેટવર્કનું નામ છે. એની માલિકી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની છે.


 

મસ્કે જાન્યુઆરી ૨૦૧૫ માં સ્ટારલિંક દ્વારા ઈન્ટરનેટ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરમિયાન તેનું કોઈ નામ આપવામાં આવ્યું નહોતું. મસ્કએ એ સમયે કહ્યું હતું કે કંપનીએ પૃથ્વીની આસપાસ ૪૦.૦૦૦ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકવા માટે આંતરરાષ્ટ્રીય નિયમનકારો પાસેથી મંજૂરી માગી છે.


યુએસ ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (FCC) એ સ્પેસએક્સને ૧૨૦૦૦  ઉપગ્રહો મોકલવાની પરવાનગી આપી છે. ભવિષ્યમાં આ સંખ્યા ૩૦૦૦૦ સુધી પહોંચી શકે છે.


સ્પેસએક્સના બે પરીક્ષણ ઉપગ્રહ TinTinA અને TinTinB ૨૦૧૮ માં લોન્ચ કરવામાં આવ્યા હતા, મિશન સફળ રહ્યું. આ પછી ૨૩ મે ૨૦૧૯ના રોજ SpaceX ફાલ્કન ૯ રોકેટમાંથી પ્રથમ ૬૦ સ્ટારલિંક ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ થયું. ત્યારથી SpaceX એક સમયે ૪૬થી ૬૦  સ્ટારલિંક સેટેલાઇટ લોન્ચ કરી રહ્યું છે.






સ્ટારલિંક ઉપગ્રહનું કાર્ય શું છે?


સ્ટારલિંક સેટેલાઇટનું કામ દૂરસ્થ વિસ્તારોને ઉપગ્રહ દ્વારા ઝડપી ઇન્ટરનેટ સાથે જોડવાનું છે. અત્યારે આપણને ફાઈબર ઓપ્ટિક કેબલ દ્વારા ઈન્ટરનેટની સુવિધા મળે છે, પરંતુ સ્ટારલિંક કોઈપણ કેબલ વિના સેટેલાઇટ દ્વારા આ સુવિધા પૂરી પાડે છે.


 

આમાં કંપની એક કિટ પ્રદાન કરે છે, જેમાં Wi-Fi રાઉટર, પાવર સપ્લાય, કેબલ્સ અને માઉન્ટિંગ ટ્રાઇપોડ આપવામાં આવે છે. રાઉટર સીધા ઉપગ્રહ સાથે જોડાય છે. સ્ટારલિંકનું ઈન્ટરનેટ ફાઈબર ઓપ્ટિક કેબલ કરતાં ૪૭% ઝડપી છે. સ્ટારલિંક હાલમાં ઓસ્ટ્રેલિયા, ચિલી, યુકે અને યુએસ સહિત ૪૦ દેશોમાં ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડે છે.


યુપીના આકાશમાં સ્ટારલિંક ઉપગ્રહો કેમ દેખાયા તમને પહેલા ક્યાં જોવા મળ્યા છે?


યુપીના જ આકાશમાં જ દેખાવાનું કોઈ સ્પષ્ટ કારણ નથી, પરંતુ અગાઉ ડિસેમ્બર ૨૦૨૧ માં, પંજાબના પઠાણકોટમાં સમાન તેજસ્વી લાઇટની ટ્રેલ જોવા મળી હતી. એ જ સમયે, જૂન ૨૦૨૧ માં, ગુજરાતમાં જૂનાગઢ, ઉપલેટા અને સૌરાષ્ટ્રની નજીકના વિસ્તારોમાં સમાન તેજસ્વી લાઇટ્સ જોવા મળી હતી. આ દરમિયાન પણ ઉલ્કાઓ અને એલિયન્સ વિશે અટકળોનું બજાર ગરમ હતું.


જોકે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એટલે કે ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુ યુએફઓ અને એલિયન્સ જેવી અટકળોને નકારી કાઢે છે. તેઓ કહે છે કે આ વસ્તુઓ ઉપગ્રહો છે, જે પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં પસાર થવાને કારણે લોકોને દેખાય છે.




શું સ્ટારલિંકના સેટેલાઇટથી કોઈ ખતરો છે?

અગાઉ કેટલાક સ્ટારલિંક ઉપગ્રહોને રાત્રિના આકાશમાં એકસાથે જતા જોવું એ એક રોમાંચક અનુભવ હતો, પરંતુ પછી સ્ટારલિંકે વધુ સેટેલાઇટ લોન્ચ કર્યા, હજુ આગળ ઘણા વધુ લોન્ચ કરશે. આ પછી ખગોળશાસ્ત્રીઓ ચિંતા કરવા લાગ્યા છે.


નિષ્ણાતોનું કહેવું છે કે આ ઉપગ્રહોને કારણે અવકાશ વધુ ને વધુ અસુરક્ષિત બની રહ્યું છે અને વધુ ઝડપને કારણે અથડામણનું જોખમ છે.


તાજેતરના દિવસોમાં સ્ટારલિંક સેટેલાઇટ બીજા સેટેલાઇટની ખૂબ નજીક આવી જવાની કેટલીક ઘટનાઓ બની છે. એમાંથી એક ચીની સ્પેસ સ્ટેશનને ટક્કર મારવા જેટલું નજીક આવી ગયું હતું. સ્ટારલિંક ઉપગ્રહો અવકાશયાત્રીઓ માટે પણ મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. તીવ્ર પ્રકાશના કારણે, સ્ટારલિંક ઉપગ્રહો સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન સરળતાથી જોઈ શકાય છે. ટેલિસ્કોપ વડે લીધેલી તસવીરો પર એની અસર પડે છે કારણ કે તે તારાઓ અને ગ્રહોને જોવાનું મુશ્કેલ બનાવે છે.


નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અને અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ ઓગસ્ટ ૨૦૨૦ માં આ અંગે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. ​​​​​​​વર્ચ્યુઅલ સેટેલાઇટ નક્ષત્ર ૧ એટલે કે SATCON1 વર્કશોપમાં ૨૫૦ થી વધુ નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી કે આકાશમાં દોડતી આ તેજસ્વી ટ્રેન તારાઓ અને ગ્રહોના તેમના અવલોકનોમાં સમસ્યા ઊભી કરે છે.