ગુજરાતમાં ચોમાસાના અંતિમ ચરણમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદે સમગ્ર ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જે અનુસાર સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. તો હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નર્મદામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે વડોદરા,છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 સુરત, નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની અને 15 સપ્ટેમ્બરે તાપી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાં કેટલો પડશે વરસાદ

ઉત્તર ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

- એક દિવસના વરાપ બાદ ફરી વરસાદની આગાહી થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટયા

- બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાં વરસાદની 12 સપ્ટેમ્બર સુધી આગાહીઃ હવામાન ખાતુ

ડીસા, તા. 15 સપ્ટેમ્બર 2022 મંગળવાર


ઉત્તર ગુજરાતમાં વરસાદનો માહોલ જામ્યો છે. જ્યારે અગાઉ હવામાન વિભાગની વરસાદની આગાહી સાચી ઠરતા ઉત્તર ગુજરાતના મોટાભાગના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવા પામ્યો હતો. જ્યારે વરસાદનાવિરામ બાદ તાપમાનમાં પણ વધારો જોવા મળ્યો છે. જ્યારે ફરી હવામાન વિભાગ દ્વારા ૧૪ ઓગષ્ટથી ૧૬ ઓગષ્ટ સુધી વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે.


ઉત્તર ગુજરાતમાં વરસાદના માહોલ વચ્ચે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૩૨.૬ ડીગ્રી, પાલનપુરમાં ૩૨.૦ ડીગ્રી, વાવમાં ૩૨.૦ ડીગ્રી, થરાદમાં ૩૨.૦ ડીગ્રી, ભાભરમાં ૨૯.૦ ડીગ્રી, અમીરગઢમાં ૩૧.૦ ડીગ્રી, અંબાજીમાં ૩૦.૦ ડીગ્રી, આબુરોડ ૩૧.૦ ડીગ્રી, ઈડરમાં ૩૧.૦ ડીગ્રી, મહેસાણામાં ૩૨.૦ ડીગ્રી, ઊઝામાં ૩૨.૦ ડીગ્રી, સિધ્ધપુરમાં ૩૨.૦ ડીગ્રી, પાટણમાં ૩૨.૦ ડીગ્રી, મોડાસામાં ૩૨.૦ ડીગ્રી, હિંમતનગરમાં ૩૧.૦ ડીગ્રી, ખેડબ્રહ્મામાં ૩૧.૦ ડીગ્રી મહત્તમ તાપમાન નોધાવા પામ્યું હતું.



ઉત્તર ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ અગાઉ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદનું આગમન થયું હતું. જ્યારે ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં જોઈએ તેવો વરસાદ પડવા પામ્યો નથી. જેને લઈ પ્રજાજનો સહિત ખેડૂત પુત્રો ચિંતિત જોવા મળી રહ્યા છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ૧૪ ઓગષ્ટથી ૧૬ ઓગષ્ટ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે હાલમાં ઉત્તર ગુજરાતમાં વરસાદે વિરામ લેતા ભેજના લીધે તાપમાનમાં પણ વધારો નોધાયો છે.


મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસથી ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ છે પરંતુ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ થયો છે.



દક્ષિણ ગુજરાતમાં વરસાદ ની રેલમછેલ થાવનીછે વલસાડ ભરૂચ સુરત ડાંગ માં 12 સપ્ટેમ્બર થી બ 15 સપ્ટેમ્બર સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

જ્યારે મધ્ય ગુજરાતમાં ચાર ઇંચની વરસાદ પડવાની શક્યતા છે.સૌરાષ્ટ્રમાં પણ બે ઇંચથી વધારે વરસાદ પડશે.

ઉત્તર ગુજરાતમાં પણ પાંચ ઇંચ વરસાદ પડવાની શક્યતા છે


ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતાં હવામાન વિભાગના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે હાલ ઓફ શોર ટ્રફ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારે છે અને પશ્ચિમ મધ્ય પ્રદેશ પર લૉ પ્રેશર એરિયા બન્યો છે જેના કારણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે.


ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું કહેવું છે લૉ પ્રેશર પેદા થવાને કારણે ગુજરાતમાં ચોમાસાની આ સક્રિય સ્થિતિ હજી 10 દિવસ સુધી રહે તેવી શક્યતા છે. એજન્સીનું કહેવું છે કે ગુરુવાર અને શુક્રવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.


સ્કાયમેટ અનુસાર લૉ પ્રેશર એરિયા સર્જાયો છે તેના કારણે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમ ધીમી ગતિથી આગળ વધી રહી છે. જેથી આવનારા દિવસોમાં પણ હજી અતિભારે વરસાદનો ખતરો છે.


સાથે જ અરબી સમુદ્ર પરથી આવતા પવનો આ સિસ્ટમને વધારે ભેજ પૂરો પાડે છે અને તેના કારણે વરસાદ સતત વધી રહ્યો છે.