લમ્પી વાયરસ અંગે પશુ ચિકિત્સકોએ જણાવ્યું કે આ રોગના વાઈરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ ને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખુબજ ઓછો 1 થી 2 ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી


તપાસ કરતા જાણવા મળ્યું કે આ રોગનું નામ લમ્પી સ્કિન ડિસિઝ છે. આ એક પ્રકારનો ચેપી રોગ છે જે માત્ર ગાયમાં જ જોવા મળે છે. આ રોગ કેપ્રીપોક્ષ નામના વાઇરસથી થજે વાઇરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.






તોહરુ નામના દેશી ફળથી લંપી વાયરસમાં જોરદાર તફાવત જોવા મળે છે. આ ફળ ઉત્તર ગુજરાતમાં અને કચ્છ ના રણ માં જોવા મળે છે.અને સોરાષ્ટ્ ના ભાગમાં અદ્રામણ અથવા આ ફળ જોવા મળે છે આ ફળ પણ  લંપી વાયરસ સામે લડવાની જોરદાર ક્ષમતા ધરાવે છે.

બંનેમાંથી એકાદ ફળ મળે તો આ ફળ નો રસ કાઢીને ગાય માતા ને આપવામાં આવે તો લંપી રોગ સામે લડી શકાય


જ્યુસ બનાવવાની રીત:  

આ ફળમાંથી જે રસ નિકળે એનાથી ચાર ગણું પાણી નાખો


ત્યારબાદ સવારે બપોરે અને સાંજે એમ દિવસમાં ત્રણ વખત 200 ml અપાવથી સારું એવું પરિણામ મળે છે


વિનામુલ્યે જ્યુસ મંગાવવા મોબાઈલ નંબર


 ભાવિનભાઈ 81281 20360

                   99746 22741

ગાયને સ્નાન કરાવવાની રીત: 

પંદર લીટર જેટલું પાણી લઈ એની અંદર એક કિલો લીમડો એક કિલો કુવાડીયો નાખી પાણી ગરમ કરવું પછી પાણી ઉતારીને એની અંદર ફાટકડી નાખી પાણી ને નોર્મલ ઠંડુ થવા દઈ ગાયને નવરાવવી આમ કરવાથી લંપી ના રોગમાં રાહત મળે છે.


શરીરના ભાગે ગાંઠ મટાડવાની રીત: 


સેનેટાઈઝર 70%અને ડેટોલ 30% બને લઈને મિક્સ કરો ત્યારબાદ જ્યાં ગાંઠ થઈ હોય તે ભાગે પાંચ મિનિટ સતત ઘસવાથી ગાંઠ ગાયબ થઈ જશે. 

આમ દિવસમાં બે ત્રણ વાર આ દવા નો પ્રયોગ કરવો


ગાયના મોમાંથી અને નાકમાંથી લાળ ટપકતી હોય તો એક રૂમાલ લઈને તેમાં આજમો કપૂરની ગોટી લવિંગ વિક્સ બામ તુલસીના પાન  આ બધું ભેગું કરીને તેનો ધુમાડો આપવાથી ગાય ને શ્વાસ લેવામા તકલીપ પડતી નથી.


તાત્કાલિક સારવાર માટે: ગુજરાત   સરકાર દ્વારા1962 પશુ હેલ્પલાઈન નંબર પર કોલ કરવાથી તમારા ઘરે આવીને ડોક્ટર સારવાર આપે છે એ પણ વિનામુલ્યે