કેળાં એ સામાન્ય જનતાનું સર્વસુલભ ફળ છે. દેશભરમાં કેળાની ઘણી જાતો થાય છે. મલબાર અને મૈસુરમાં થતી ‘રસબલી’ નામની જાત ખૂબ જ સ્વાદિષ્ટ અને પુષ્ટિકર મનાય છે.  ‘એલચી’ નામના જે નાના કેળા થાય છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. વસઈના અને નાસિક નજીક આવેલ ઈગતપુરીના કેળા ખૂબ જ વખણાય છે.








કેળા ખાવાથી કેટલા ફાયદાઓ



કેળામાં કુદરતી મીઠાશ છે જે તમારી મીઠાશ ખાવાની ઈચ્છા પૂરી કરે છે લોકોને એવું મને કે કેળા ખાવાથી વજન વધે છે, તો આજથી તમારી વિચારસરણી બદલો, કેળામાં કેલરી હોય છે પરંતુ ફાયદાકારક છે. કેળા ખાવાથી કેલરીની સાથે અનેક પોષક તત્વો પણ મળે છે.

કેળામાં વિટામિન A પણ હોય છે, જે ખાવાથી આંખને સુરક્ષિત રાખે છે અને તે તમારી આંખોનો પ્રકાશ પણ વધારે છે.

દરરોજ કેળા ખાવાથી હૃદય યોગ્ય રીતે કાર્ય કરે છે. કેળામાં પોટેશિયમ ઘણું હોય છે. જ્યારે આપણે કેળા ખાઈએ છીએ ત્યારે પોટેશિયમ લોહીમાં ભળી જાય છે અને નસો દ્વારા આખા શરીરમાં ફેલાય છે. કેળા હૃદયને સંપૂર્ણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

અલ્સર રોગમાં કેળા ખાવાથી ઘણી રાહત મળે છે. કેળા ખાવાથી પેટમાં રહેલા અલ્સરના જંતુઓ નાશ પામે છે. જો તમને અલ્સર હોય તો શક્ય હોય ત્યાં સુધી કાચા કેળાનું સેવન કરો.

કેળા ખાવાથી પેટમાં પાચક શક્તિ સરળતાથી કાર્ય કરે છે. કેળા હંમેશાં ભોજન પછી ખાવા જોઈએ, આ ખોરાક પાચનમાં મદદ કરે છે.

તમને નાનપણથી દરરોજ કેળા ખાવાની ટેવ હોય, તો કેન્સર થવાની સંભાવના ઘણી ઓછી થાય છે. કેળામાં વિટામિન સી હોય છે. કેળા ખાવાથી કેન્સર થવાની સંભાવના ઓછી થાય છે.














જો તમારે આ રોગ હોય તો કેળા ખાતા જ નહીં



આ લોકો માટે કેળા છે ઝેર સમાન, આ વસ્તુઓ સાથે ખાવાની આયુર્વેદમાં છે મનાઇઆ લોકો માટે કેળા છે ઝેર સમાન, આ વસ્તુઓ સાથે ખાવાની આયુર્વેદમાં છે મનાઇ


કેળાં એ સામાન્ય જનતાનું સર્વસુલભ ફળ છે. દેશભરમાં કેળાની ઘણી જાતો થાય છે. મલબાર અને મૈસુરમાં થતી ‘રસબલી’ નામની જાત ખૂબ જ સ્વાદિષ્ટ અને પુષ્ટિકર મનાય છે.  ‘એલચી’ નામના જે નાના કેળા થાય છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. વસઈના અને નાસિક નજીક આવેલ ઈગતપુરીના કેળા ખૂબ જ વખણાય છે.


આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં કેળાના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા છે. તે સ્વાદિષ્ટ, બળવર્ધક, પચવામાં ભારે, ઠંડા, પિત્તનું શમન કરનારા, થાકને દૂર કરનારા, તૃપ્તિ આપનાર અને તરત જ શુક્રધાતુ (વીર્ય)ની વૃદ્ધિ કરનારા છે. કેટલાક લોકોએ એને કફ કરનારા અને પાચનશક્તિને મંદ કરનારા કહ્યા છે તો કેટલાકે એને કફનાશક અને મંદાગ્નિમાં પણ પથ્ય ખોરાક તરીકેની માન્યતા આપી છે.


તે ઝાડાને રોકનાર, સ્નિગ્ધ અને વાતશામક છે. આમ્લપિત્તમાં અને દાહમાં કેળા ખૂબ જ સારું પરિણામ આપે છે. આ સિવાય સ્ત્રીઓને જે સોમરોગ થાય છે તેમાં પણ પાકા કેળા ખાવામાં આવે તો અવશ્ય લાભ થાય છે. કેળા અને ઘી ખાવાથી રક્તપ્રદર (લોહીવા) શાંત થાય છે. ગળામાં ચાંદુ પડયું હોય, લૂખી ખાંસી હોય કે મૂત્રાશયમાં બળતરા થતી હોય તો પણ કેળાનો ઉપયોગ લાભપ્રદ બને છે

તમે માથાનો દુખાવો સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો તમારે કેળાનું સેવન ન કરવું જોઈએ. નિષ્ણાતોના મતે કેળામાં Tyramine નામનું એક કેમિકલ હોય છે આ તમારી સમસ્યામાં વધુ વધારો કરી શકે છે.

તમે હૃદયની સમસ્યાઓથી પરેશાની અનુભવી રહ્યાં છો તો તમારે કેળાનું સેવન ન કરવું જોઈએ. કેળામાં પોટેશિયમ (Potassium) વધુ હોય છે, લોહીમાં વધારે પ્રમાણમાં પોટેશિયમ થઈ શકે છે, પરિણામે હાઈપરકલેમિયા થાય છે. કેટલાક કિસ્સાઓમાં તે હાર્ટ એટેકનું કારણ પણ હોય શકે છે. જે તમારા દાંતમાં સમસ્યા પેદા કરી શકે છે.